Saturday, May 15, 2010

અમદાવાદની આગવી ઓળખ

....પણ અમદાવાદ નું શું વખણઆય?
ખાવા પીવા ની ઘણી ચીજો જે તે શહેર ના નામ સાથે સંકળઅયેલી છે દા.ત મુંબઈ ના વડાપાવ. ઘણા વર્ષો થયે એક પ્રશ્ન મુજ્હવે છે.....અમદાવાદ ની કઈ વાનગી તેની ઓળખ સમી છે? જાણકારો ને પૂછતા કેટલાક નામો મળ્યા પણ સંતોષપ્રદ નહિ લાગ્યા ...દાત રાયપુર ના ભજીયા, ભોગીલાલ મુલચંદ નો મોહનથાળ, અથવા નવતાડ ના સમોસા વગેરે, અગંત અભિપ્રાય IIM-A ના બન સમોસા નો છે, પણ નીચે ની યાદી જુઓ તો ખ્યાલ આવશે કે કેટલીક વાનગીઓ કેટલાક શેહેર સાથે યુગ્મ માં ઓળખાય છે....

સુરત ના ઘારી, લોચો, ભુંસું વગેરે
ભાવનગર ના ગાંઠિયા
ખંભાત નો હલવાસન
આગ્રા નો પેઠો
બરોડા નો ચેવડો
પાટણ ના દેવડા
અમૃતસર ના કુલચા અને લસ્સી
કલકત્તી પાન
મહીસુર પાક
દેલ્હી ચાટ (મૂળ તો મથુરા ની)
રતલામી સેવ
વૈજ જયપુરી અને વૈજ કોલ્હાપુરી (અને કોલ્હાપુરી ચીકન )
પુના ની ભાખરવડી
અને ઘણી બીજી વાનગીઓ

કોઈ પણ વાનગી ને કોઈ શેહેર સાથે સાંકળવા માટે ૩ શરતો લાગુ પડી શકાય

૧. વાનગી તે શેહેર માં ઉદભવી હોવી જોઈએ દા.ત. મુંબઈ ના વડાપાવ
૨. જો ઉદભવ ના થયો હોય તો કમ સે કમ વાનગીમાં કઈ સુધારો વધારો થાઓ હોવો જોઈએ દા.ત. રતલામી સેવ અને ભાવનગર ના ગાંઠિયા
૩. ઉપર ની કોઈ પણ શરત નું પાલન થતું હોય તો છેલ્લી શરત છે કે તે વાનગી અન્ય શહેરોમાં મળવી જોઈએ, એ પણ ઉદભવના શેહેર ના નામ સહીત; કહી શકાય કે બ્રાન્ડીંગ થયું હોવું જોઈએ. દા.ત. નાના શેહેર માં પણ કલકત્તી પાન કે પડીકા બંધ રતલામી સેવ મળી જાય!! અમદાવાદ નું શું મળે?

અલબત્ત કેટલાક ઉમેદવાર છે...વાડીલાલ નો icecream, સંકલ્પ ની ડોસા ચેન, ભગતની ધાનાં ની દાળ વગેરે પણ આ પ્રથમ બે માંથી એક પણ શરત નું પાલન નથી કરતા ખરે ખર તો ગણતરી માં પણ ન લેવા જોઈએ.

દુખ એ વાત નું થઇ કે આટલું મોટું અમદાવાદ, ૬૦૦ વરસ નો ઈતિહાસ પણ આગવી ઓળખ સમી એક પણ વાનગી નહિ...રતલામ કે ખંભાત જેવા નાના શહેરો ની પણ કૈક તો ઓળખ છે...વળી અમદાવાદીઓ નો પ્રિય timepass પણ ખાવું છે છત્તા એક વાનગી નહિ?

આપ ને કોઈ અમદાવાદની આગવી ઓળખ સમી વાનગી નો ખ્યાલ હોય તો જણાવજો....

આભાર......










3 comments:

gabbarsingh said...

ek dum saras

Roshan Rawal said...

hey Lady Gabbar thanks for appreciating!

U-said-it said...

પહેલાં લાગ્યું કે સહેલો સવાલ છે. પણ પછી અઘરો લાગ્યોઃ-)