Monday, October 31, 2011

કાગડો દહીથરું લઇ ગયો.... દહીથરું એટલે શું એ તો કહો?

દિવાળી નીમ્મીતે એક સ્નેહી ને ત્યાં વાતો વાતો માં દહીથરાની વાત નીકળી, ત્યારે બત્તી થઇ કે એક પ્રખ્યાત કેહવત "કાગડો દહીથરું લઇ ગયો" માં આ વળી દહીથરું એટલે શું? આ કેહવત નો મતલબ એમ થાય કે લાયકાત વગરનો  માણસ કે સાધારણ માણસ કોઈ આફ્લાતૂન વસ્તુ મેળવી લે તે, વધારે સારી રીતે સમજવું હોઈ તો કહી સકાય કે કોઈ સુંદર છોકરી ને કોઈ ચીલા ચાલુ છોકરો પરણી જાય તો કેવું લાગે? કાગડો દહીથરું લઇ ગયો! :)

દહીથરું એટલે નાનખટાઈ પ્રકારની એક ઘી થી  લથબથ વાનગી, જે કદાચ ઘઉં અને મેંદો બંને થી બનાવી  શકાય, એના નામમાં  દહીં છે પણ બનાવામાં દહીં કદાચ વપરાતું નથી...

દહીથરું એ એકવચન છે અને દહીથરા એ બહુવચન છે.  દહીથરા વિષે વાત કરતા એક્દમ જ બત્તી થઇ કે આ વાનગી નથી ક્યારે ખાધી,  નથી ક્યારે કોઈ દુકાન માં જોઈ કે નથી કોઈના પ્રસંગમાં બની હોઈ તેવી જાણવામાં આવ્યું...શું આ વાનગી લોક સ્મૃતિ અને પ્રચલનમાં થી નીકળી ગયી છે?

સારું છે "કાગડો દહીથરું લઇ ગયો"  કહેવતમાં આ વાનગી હજુ લોકજીભે રમે છે.... 

Friday, October 21, 2011

Harley Davidson in Ahmedabad

Some companies become synonyms for a class, style or type of product say Ferari for sports car, iPhone for touchphone, Xerox for photocopiers, etc

Harley Davidson is a company which only and only manufactures motorcycles, heavy motorcycles which are classified as Cruisers, these are types of bike on which you can travels for 100s of kilometers...

A whole encyclopedia can be written about Harley Davidson, so lets not get in details....the news is Harley Davidson is coming to Ahmedabad, yes its not a rumor or a joke, its a fact!

Harley Davidson show room work is in progress, likely to be opened in another 7-10 days at S.G. Road....I checked with the owner, the starting price is INR 6.5 lacs on road. I am sure there would be many Harleys on the roads for that price.

The dream come true for all the real enthusiasts, I-have-money-and-want-to-show-off, wanna-be, My-dady-is-rich-man etc.

Note: while I was writing this post, we felt 2 shocks at 10:40 PM yesterday 20-Oct in Ahmedabad :)

Friday, October 14, 2011

દિવાળી, મીઠાઈઓ, અને દંભ

દિવાળી આડે ઝાઝા દિવસો બાકી નથી, પણ પેહલા ની જેમ મીઠાઈઓ ના ડબ્બા હુજુ દેખાયા નથી....એક કારણ કદાચ

મીઠાઈઓની ઉંચી કિંમત હોઈ શકે...બીજું મીઠાઈઓના બદલે ચોકલેટ, મીણબત્તી કે અન્ય વસ્તુઓ આપવાનું ચલણ વધ્યું હોય.....ત્રીજું કદાચ છેલ્લા દિવસો માં આપવા લેવાનું વધે...જે હોય તે...


ચાલો મીઠાઈઓ આવી પણ ગયી પછી દંભ ચાલુ થાય:



  1. હવે પેહલા જેવી મીઠાઈઓ નથી મળતી (સાચી વાત છે કારણકે હવે ગુણવત્તા અને વૈવિધ્યમાં વધારો થયો છે)


  2. અમે તો મીઠાઈઓ ઘરે જાતેજ બનાવતા કે મહારાજ રાખી ને મીઠાઈઓ પડાવીએ (પડાવવું એ વધુ પ્રચલિત શબ્દ છે)....સારું છે તમે જાતે બનાવવાનું બંધ કર્યું, અમે ખાવા થી બચ્યા!


  3. અમારા ઘર માં કોઈ મીઠાઈઓ ખાતુજ નથી...ડાએટીંગ યુ સી! (લગ્નો અને પારટીમાં આવું નથી યાદ આવતું?! )


  4. મને તોહ ગળ્યું ભાવેજ નહિ....હું તો નમકીન નાસ્તાજ ખાઉં એ પણ લીમીટમાં


  5. મને/અમને તો અહીયાની મીઠાઈઓમાં મજા ના આવે, મીઠાઈઓ તો અમારા ગામની/શેહેરની (ક્યારેક લાવીને ખવડાવો તોહ ખબર પડે ને? )


  6. મને તો એટલા બધા લોકો મીઠાઈઓના ડબ્બા આપી જાય છે કે જોઈએ ને જ મન ભરાય જાય ને ઘર માં મુકવી ક્યાં (આવો પ્રોબલેમ હોય તો મને જાણ કરવા વિનંતી)


  7. આપણા દેશમાં / આફ્રિકામાં લોકો ને બે ટંક ખાવાનું નથી મળતું ને આપણે મોઘીદાટ મીઠાઈઓ ખાવાની?

આવા તોહ કૈક કારણ છે મીઠાઈઓ ના ખાવાના...તમને યાદ આવતા હોય તો જણાવો...


બાકી બોલો