દિવાળી આડે ઝાઝા દિવસો બાકી નથી, પણ પેહલા ની જેમ મીઠાઈઓ ના ડબ્બા હુજુ દેખાયા નથી....એક કારણ કદાચ
મીઠાઈઓની ઉંચી કિંમત હોઈ શકે...બીજું મીઠાઈઓના બદલે ચોકલેટ, મીણબત્તી કે અન્ય વસ્તુઓ આપવાનું ચલણ વધ્યું હોય.....ત્રીજું કદાચ છેલ્લા દિવસો માં આપવા લેવાનું વધે...જે હોય તે...
ચાલો મીઠાઈઓ આવી પણ ગયી પછી દંભ ચાલુ થાય:
- હવે પેહલા જેવી મીઠાઈઓ નથી મળતી (સાચી વાત છે કારણકે હવે ગુણવત્તા અને વૈવિધ્યમાં વધારો થયો છે)
- અમે તો મીઠાઈઓ ઘરે જાતેજ બનાવતા કે મહારાજ રાખી ને મીઠાઈઓ પડાવીએ (પડાવવું એ વધુ પ્રચલિત શબ્દ છે)....સારું છે તમે જાતે બનાવવાનું બંધ કર્યું, અમે ખાવા થી બચ્યા!
- અમારા ઘર માં કોઈ મીઠાઈઓ ખાતુજ નથી...ડાએટીંગ યુ સી! (લગ્નો અને પારટીમાં આવું નથી યાદ આવતું?! )
- મને તોહ ગળ્યું ભાવેજ નહિ....હું તો નમકીન નાસ્તાજ ખાઉં એ પણ લીમીટમાં
- મને/અમને તો અહીયાની મીઠાઈઓમાં મજા ના આવે, મીઠાઈઓ તો અમારા ગામની/શેહેરની (ક્યારેક લાવીને ખવડાવો તોહ ખબર પડે ને? )
- મને તો એટલા બધા લોકો મીઠાઈઓના ડબ્બા આપી જાય છે કે જોઈએ ને જ મન ભરાય જાય ને ઘર માં મુકવી ક્યાં (આવો પ્રોબલેમ હોય તો મને જાણ કરવા વિનંતી)
- આપણા દેશમાં / આફ્રિકામાં લોકો ને બે ટંક ખાવાનું નથી મળતું ને આપણે મોઘીદાટ મીઠાઈઓ ખાવાની?
આવા તોહ કૈક કારણ છે મીઠાઈઓ ના ખાવાના...તમને યાદ આવતા હોય તો જણાવો...
બાકી બોલો
No comments:
Post a Comment