Monday, October 31, 2011

કાગડો દહીથરું લઇ ગયો.... દહીથરું એટલે શું એ તો કહો?

દિવાળી નીમ્મીતે એક સ્નેહી ને ત્યાં વાતો વાતો માં દહીથરાની વાત નીકળી, ત્યારે બત્તી થઇ કે એક પ્રખ્યાત કેહવત "કાગડો દહીથરું લઇ ગયો" માં આ વળી દહીથરું એટલે શું? આ કેહવત નો મતલબ એમ થાય કે લાયકાત વગરનો  માણસ કે સાધારણ માણસ કોઈ આફ્લાતૂન વસ્તુ મેળવી લે તે, વધારે સારી રીતે સમજવું હોઈ તો કહી સકાય કે કોઈ સુંદર છોકરી ને કોઈ ચીલા ચાલુ છોકરો પરણી જાય તો કેવું લાગે? કાગડો દહીથરું લઇ ગયો! :)

દહીથરું એટલે નાનખટાઈ પ્રકારની એક ઘી થી  લથબથ વાનગી, જે કદાચ ઘઉં અને મેંદો બંને થી બનાવી  શકાય, એના નામમાં  દહીં છે પણ બનાવામાં દહીં કદાચ વપરાતું નથી...

દહીથરું એ એકવચન છે અને દહીથરા એ બહુવચન છે.  દહીથરા વિષે વાત કરતા એક્દમ જ બત્તી થઇ કે આ વાનગી નથી ક્યારે ખાધી,  નથી ક્યારે કોઈ દુકાન માં જોઈ કે નથી કોઈના પ્રસંગમાં બની હોઈ તેવી જાણવામાં આવ્યું...શું આ વાનગી લોક સ્મૃતિ અને પ્રચલનમાં થી નીકળી ગયી છે?

સારું છે "કાગડો દહીથરું લઇ ગયો"  કહેવતમાં આ વાનગી હજુ લોકજીભે રમે છે.... 

3 comments:

Prakash Khanchandani said...

વાત તો ખરી છે કે 'દહીથરું' નો મિનીંગ તો ખબર જ નથી ઘણા ને, કદાચ બહુ પહેલા આ મીઠાઈ બનાવતી હશે, જે હવે લુપ્ત થઇ ગઈ છે.

U-said-it said...

મારા રસનો વિષયઃ-)
નરસિંહ મહેતાની કવિતમાં ઘી તણાં ઘેબરાં (કે ઘેબર) આવતાં તેને કેટલાક સાક્ષરો ઢેબરાં ગણાવતાં હતાં એવું પણ એક પ્રોફેસર મિત્રે કહ્યું હતું.

U-said-it said...

થોડી વધારાની માહિતી.
પહેલાં જાન આવે ત્યારે વરરાજાને ઘીમાં તળેલી મેદાની એકદમ પોચી- ક્રિસ્પી પૂરીઓ (દહીંથરું) પર ખાંડ નાખીને ખાવા માટે આપવામાં આવતી હતી.વરરાજા સાથેના તેના આ સંબંધને કારણે કદાચ આ કહેવતમાં તે વણાઇ હશે.